☞ ડિપ્લોમા એડમિશન 2022-23 માટેના રાઉન્ડ 3 માટેની તારીખ અહી ફોટો મા આપેલી છે એ મુજબ રહેશે...
• સરકારી / અનુદાનિતની ખાલી રહેલ બેઠકો માટે નિયમ -20 હેઠળની જોગવાઇ મુજબ પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે .
• અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તેમજ વર્ષ ૨૦૨૨ ની ધોરણ -૧૦ ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા હોય તેવા ઉમેદવારો પૈકી લાયકી ઉમેદવારો માટે રજીસ્ટ્રેશની કાર્યવાહી તા : 22/09/2022 થી તા : 26/09/2022 દરમ્યાન કરવાની રહેશે .
• અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ અને મેરીટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂરીયાત નથી . પરંતુ તેઓએ રાઉન્ડ -3 માં ભાગ લેવા સંમતિ આપવી જરૂરી છે .
• પ્રથમ વર્ષ ડિપ્લોમામાં પ્રવેશ ઇચ્છુક ITI / TEB ના ઉમેદવારોએ જો આ કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો ધો .10 પ્રમાણે જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે . અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેની રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં ભરેલ પસંદગી રદ ગણવામાં આવશે જેથી આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ઉમેદવારોએ સંમતિ આપીને નવેસરથી સંસ્થાની પસંદગી તા : 29/09/2022 થી તા : 01/10/2022 દરમ્યાન કરવાની રહેશે .
• રાઉન્ડ -૩ નુ રીઝલ્ટ ( સંસ્થા ફાળવણી ) તા : 04/10/2022 ના રોજ જાહેર કરવામાં આવશે .
• રાઉન્ડ -૩ માં ફાળવવામાં આવેલ પ્રવેશ કાયમ કરવા તા : 04/10/2022 થી તા : 06/10/2022 દરમિયાન ઓનલાઇન ફી ભરવાની રહેશે . જો આ કાર્યક્રમમાં પ્રવેશ ફાળવણી થશે તો અગાઉનો પ્રવેશ આપોઆપ રદ થશે જે ધ્યાને લેવુ અને આ કાર્યક્રમમાં પ્રવેશ ફાળવણી નહિ થાય તો અગાઉનો કાયમ કરેલ પ્રવેશ ચાલુ રહેશે . સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે ખાલી રહેલ બેઠકો ની વિગત સમિતિ ની અધિકૃત વેબસાઈટ www.acpdc.co.in અને https://gujdiploma.admissions.nic.in/ પર ઉપલબ્ધ છે . તેમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જે તે સ્વનિર્ભર સંસ્થાનો સીધો સંપર્ક કરવાનો રહેશે .
.jpg)
0 Comments